રાવટા ધોડીધારની ગોદમાં, નરણેશ્વર સમીપે મુજ ગામ
એકવાર અહીં આવો દોસ્તો, તો બની જાય શિક્ષણ ધામ.



                    પ્રક્રુતિની ગોદમાં અને આલેચ પર્વતમાળાની ઓથમાં ચોગમ કુદરતી હરીયાળી
વચ્ચે ઘેરાયેલ પાટણ ગામમાં આઇશ્રી નાગબાઇ માતાજીના બેસણાં અને ટપકેશ્વર મહાદેવનાં રખોપા છે.તેમજ સંતશ્રી હરિરામબાપાની તપોભુમિ છે.


                   લોકવાયકા છે કે ખાપરા-કોઢીયા નામના બહારવટિયાઓને હાંકી કાઢવા માટે નાગબાઇ માતાજીએ મોણિયા ગામથી અત્રે આવી વાસ કરેલ છે. હાલ પણ અહીં ગામની પશ્ર્ચિમ દિશામાં ખાપરા - કોઢિયાની ગુફા છે. જે હાલ પુરાતત્વ ખાતાની દેખરેખ નીચે છે.

શ્રી નાગબાઇ માતાજીનું મંદિર



ખાપરા - કોઢિયાની ગુફા 

                                                                                

                                 પાટણ ગામ આઝાદી પૂર્વે ગોંડલ સ્ટેટનાં ઢાંક પરગણા નીચેનું ગામ.આમ તો ગામમાં ચુવાળિયા કોળી, મેર, હરિજન અને રબારીની વસ્તી વાળું ગામ છે. છેલ્લાં ગોંડલ પરગણા ઢાંકના રાજવી શિવરાજસિંહ વાળાની નિગરાની હેઠળ ગામના છેલ્લાં રાજવી હતાં.

                                હાલ આ ગામ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનુ દક્ષિણ દિશાનુ છેવાડાંનુ ચોદિશ ગીરીકંદરાઓથી ઘેરાયેલૂં ગામ છે.

                               પાટણ ગામમાં શાળાની શરૂઆત ઇ.સ.૧૯૧૨ થી થયેલ.આ ઉપરાંત આજુબાજુમાં જોવાલાયક આઇશ્રી નાગબાઇ માતાજીનું મંદિર, ટપકેશ્વર મહાદેવ, નરણેશ્વર મહાદેવ વગેરે દર્શનીય સ્થળો છે.ગામની દક્ષિણ - પશ્ર્ચિમ દિશામાં પથ્થરની ખાણ અને માઇન્સ આવેલ છે. જે ગામ માટે કાચા સોના સમાન છે.


                                             પથ્થરની ખાણ 





માઇન્સ વિસ્તાર