અમારી શાળા, એડપ્ટસ શાળા



ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની શ્રી પાટણ પ્રાથમિક શાળા આપને હૈયાનાં હેત્તથી આવકારે છે.

યોગ, ઉધોગ અને સૌનો સહયોગ એટલે શિક્ષણ.
બાળક ફક્ત શિક્ષીત બને એ જરૂરી નથી પરંતુ તેનાં જીવન મૂલ્યરૂપી શિક્ષણથી તે પગભર બને અને સાથે સાથે સમાજ ઉપયોગી નાગરીક બની દેશનાં વિકાસમાં સહભાગી બને તેવા અમારાં પ્રયત્નો રહેલાં છે.

માટે અત્રે શાળામાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવ્રુતિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસનો ધ્યેય ક્રેન્દ્ર સ્થાને છે. શાળામાં થતી પ્રવ્રુતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આ બ્લોગ દ્વારા આપવાનો અમારો અભિગમ છે.

આપ જેવા શિક્ષણ પ્રેમીઓ પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ - ખૂબીઓ - સૂચનો અને  માર્ગદર્શન મેળવવાનૂં માધ્યમ છે.

આપ અમારી શાળાની પ્રવ્રુતિઓનું નિરીક્ષણ કરી અમોને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો એવી આશા સહ અમારું ઇ-મેઇલ ઇનબોક્સ આપનાં મેઇલની રાહ જોઇ રહયું છે.

આમ તો " બાળકો એ પ્રભુના પયગંબર છે, બદલાતા સાંપ્રત પ્રવાહોની સાથે સાથે પેલી અંગ્રેજી કહેવત..

" Life is Challenge "

ની જેમ બાળકોને શાળાનાં વાતાવરણના અનુકૂલન મુજબ શાળાનું વાતાવરણ ઉભૂં કરવું પડશે તે ચોક્ક્સ છે.

શાળામાં બાળક ભણવાં આવ્યૂં એટલે તેમને અભ્યાસક્રમ રૂપી મેનું આપવાથી પુરતું નથી પરંતુ બાળકોને જરૂર છે થોડી પ્રેરણા , પ્રેમ અને પ્રવ્રુતિયુક્ત શિક્ષણની !!!

જોઇએ અમારાં વિર્ધાથીઓ ની પ્રોફાઇલની એક ઝલક....


This entry was posted on 3:04 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.